Desi Gujarati front jokes collection in only for Gujarat
ત્રણ કુંવારા અંદરોઅંદર વાતો કરી રહ્યા હતાં. મુદ્દો એ હતો કે ઉંઘીને ઉઠ્યા પછી જો આપણને ખબર પડે કે આપણે લખપતિ થઈ જઈએ તો આપણે શું કરીશું ?
પહેલો કુંવારો : “અમે તો સીધા પેરિસ જઈશું અને ખૂબ મજા કરીશું.”
બીજો કુંવારો : “અમે કોઈ લાભપ્રદ વેપારમાં રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય.”
ત્રીજો કુંવારો બોલ્યો : “હું તો ફરીથી ઊંઘવાની કોશિશ કરીશ, અને ત્યાં સુધી સૂતો રહીશ કે જ્યાં સુધી કરોડપતિ ના બની જાઉં.”
********************************************
લગ્નની વાતો ચાલી રહી હતી.
છોકરાના ઘરવાળાઓએ છોકરાના વખાણ કરતા છોકરીવાળાને કહ્યું : “અમારો છોકરો ખુબ જ ન્યાયપ્રિય છે, દરેકને એક જ નજરે જોવે છે.”
છોકરીવાળા બોલ્યા : “અમારી છોકરી બહુ જ કામકાજ કરે છે, હંમેશા એક પગે ઉભી રહે છે.”
લગ્ન થયા પછી બંને પક્ષવાળાને ખબર પડી કે છોકરો કાણો અને છોકરી લંગડી હતી.
********************************************
શિક્ષક : “બોલો જોઈએ મારા મગજ અને આ મારા મગજના એક્સ-રે ફોટા વચ્ચે શો ફરક છે ?”
મનિયો : “સર, એક્સ-રે ફોટો ડેવલપ થયેલો હોય છે.”
********************************************
ગીરના જંગલમાં લટાર મારવા નીકળેલા ચંગુ અને મંગુ ખુબ જ આગળ નીકળી ગયા. સામેથી એક ભયાનક રીંછ તેમની સામે આવતું દેખાયું. ચંગુએ તુરંત ખભાથેલો ઉતાર્યો અને તેમાંથી પાવરના ઈમ્પોર્ટેડ શુઝ કાઢીને ઉતાવળે પહેરવા લાગ્યો.
“ફોગટની મહેનત રહેવા દે.” માંગું બોલ્યો. “આ શુઝ પહેરીને તું રીંછ કરતાં વધુ ઝડપે દોડી શકવાનો નથી.”
“હું જાણું છું, મંગુ” ચંગુ બોલ્યો : “મારે તો ફક્ત તારાં કરતાં વધુ ઝડપે દોડવું છે.”
********************************************
સવાલ : “ચમ્બલની ઊંડી કોતરો શી રીતે બની ?”
જવાબ : “કહેવાય છે કે 19 મી સદીમાં કરોડીમલ મારવાડીના પરદાદા સહકુટુંબ ફરવા માટે ગયેલા ત્યારે તેમનો આઠઆનીનો સિક્કો ત્યાં ખોવાયો હતો.”
********************************************
અમેરિકાના પ્રવાસે ગયેલા બંટાસિંહે ત્યાં લાયસન્સ વગર મોટર ચલાવીને બે જણને કચડી નાંખ્યા. કોર્ટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે મોતની સજા ફરમાવી.
સજાના અમલનો દિવસ આવ્યો. જેલર બન્ટાને ઇલેક્ટ્રિક ચેર તરફ દોરી ગયો અને કહ્યું : “આ ખુરશી પર બેસો, એટલે વીજળીનો કરંટ ચાલુ કરવામાં આવશે. બે સેકન્ડનો જ ખેલ છે, એટલે તમારે ઝાઝું સહન કરવાનું નથી. ઇલેક્ટ્રિક શોક ત્રીજી સેકન્ડે તમારો અંત લાવી દેશે. કોઈ છેલ્લી ઈચ્છા હોય તો જલ્દીથી કહી નાખો.”
“ઇલેક્ટ્રિક શોક આપતા પહેલા મારી ગમે તે ઈચ્છા તમે પૂરી કરી શકશો ?” બંટાસિંહે પૂછ્યું.
“જરૂર કરીશું, કેમ નહીં ? અહીનો કાયદો છે.”
“તો ખુરશીના ચારેય પાયા કાઢી નાંખો અને પાયાની બદલીમાં ત્યાં શોક એબ્સોર્બર્સ ફીટ કરો.” બંટાસિંહ બોલ્યા.
********************************************
વિદેશમાં પોપટલાલ હિન્દુસ્તાની ધોતી પહેરીને જઈ રહ્યો હતો. પાછળથી તેની ધોતી ખુલી ગઈ. તેને ખબર ના પડી. એટલામાં એક અંગ્રેજે પાછળથી આવીને તેને પૂછ્યું : “એ મિસ્ટર ! વ્હોટ ઈસ ધીસ ?”
હિન્દુસ્તાનીએ તેની ટાઈ પકડીને પૂછ્યું : “વ્હોટ ઈસ ધીસ ?”
અંગ્રેજ બોલ્યો : “ધીસ ઈસ માય નેક ટાઈ.”
આ સાંભળી પોપટલાલ હિન્દુસ્તાની બોલ્યો : “ધીસ ઈસ માય બેક ટાઈ.”
********************************************
પપ્પા : “બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે ?”
પપ્પુ : “આવા સવાલ ના કરશો પપ્પા.”
પપ્પા : “કેમ ?”
પપ્પુ : “શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.”
********************************************
એક લેખકે સંપાદકને પોતાની નવી વાર્તા ‘હું કેમ જીવું છું’ ટપાલથી મોકલી અને આગ્રહ કર્યો કે જો વાર્તા પાછી મોકલે તો, મહેરબાની કરીને તેનું કારણ જણાવે.
સંપાદકે જવાબ આપ્યો : “મહાશય, તમારી વાર્તા પાછી મોકલાવી રહ્યો છું, અમે એટલા માટે જીવીએ છીએ કે તમે રૂબરૂ વાર્તા લઈને અમારી ઓફિસે નથી આવ્યા.”
********************************************
એક સૈનિકને તેના ઓફિસરે પૂછ્યું : “તું કેટલી વાર પેરાશૂટ લઈને કૂદ્યો છે ?”
“માત્ર એક વાર.” સૈનિકે જવાબ આપ્યો.
“પરંતુ તારા સર્વિસ રેકોર્ડમાં તો પંદર વાર લખેલું છે.”
“જી બાકીની ચૌદ વાર તો મને ધકેલવામાં આવ્યો હતો.” સૈનિકે કહ્યું.
પિતા: અગર તું એક્ઝામમેં ફેઈલ હુઆ તો મુજે પાપા મત બોલના..
પિતા તેના બાળકને: ક્યાં રીઝલ્ટ આયા?
બાળક: દિમાગ કા દહીં મત કર રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા હૈ..
ટીચર: સાત રીંગણાને દશ લોકો વચ્ચે કેવી રીતે વહેચાશો?
છોકરો માથું ખંજવાળતા બોલ્યો – ઓળો બનાવીને
માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે?
માં ના આંસુની અસર તમારા દિલ પર થાય છે,
જયારે પત્નીના આંસુની અસર તમારા પાકીટ પર થાય છે.
છગન: ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?
ડોક્ટર: બે લાખ થાય
છગન: અને સાહેબ પ્લાસ્ટિક હું મારા ઘરે થી લઇ આવું તો?
મુંગેરીલાલ પાગલોના ડોક્ટર પાસે ગયો અને કહ્યું:
ડોક્ટર સાહેબ મારી પત્ની પાગલ થઇ ગઈ છે
ડોક્ટર: તમારી પત્નીના પાગલપણાના બે ચાર લક્ષણો બતાઓ
મુંગેરીલાલ: આજે સાંજે જયારે હું ઓફિસમાંથી ઘરે પહોચ્યો તો એને મુસ્કુરાઈને મારું સ્વાગત કર્યું ખુબજ પ્રેમથી ચાનો કપ આપ્યો જયારે આજે પહેલી તારીખ પણ ન હતી.
ઘરાક: આ તમે કેવો સાબુ આપ્યો હતો? બધા કપડા સંકોચાઈ ગયા
દુકાનદાર: એવું કરો તમે પણ એ સાબુથી નહિ લો. એટલે તમને કપડા બરાબર આવી જશે.
એક ડોકટરે પોતાના ઘરે થી પોતાની હોસ્પિટલ પર નંબર લગાવ્યો.
ભૂલથી નંબર હોસ્પિટલ પર લાગવાને બદલે ક્રિકેટ ક્લબ માં લાગી ગયો.
ડોકટરે પૂછ્યું: “શું સ્થિતિ છે?”
“બસ ! છેલ્લા બે બચ્યા છે. એ પણ જવાની તૈયારીમાં છે.” ક્રિકેટ કલબના મેનેજરે જવાબ આપ્યો.
જ્યોતિષ: તમારા પતિનું મોત ઝેર ખાવાથી થશે.
સ્ત્રી: ઓહ! અને હું નિર્દોષ છૂટી પણ જઈશ ને?
ડોક્ટર: બેટા તને નાક-કાનથી શું તકલીફ છે?
બબલુ: સ્વેટર ઉતરતી વખતે ખુબ નડે છે.
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા માટે ઘુસ્યા.
શર્ટ પર ભાવની કાપલી જોઈ એકે બીજાને કહ્યું: “જો તો ખરો? લુંટવા જ બેઠા છે ને?”
અલ્યા ઢીચણે અત્તર કેમ લગાડે છે?
સાહેબ’ ઠંડીના લીધે અડધી રાતે ઢીંચણ જ નાક પાસે આવશે.. સમજ્યા?
ગઈ કાલે લાલ લાઈટને અડીને પાછા આવવાની સજા કહી હતી. તો તું અત્યારે આવ્યો છે?
એ લાલ લાઈટ વડોદરાના ખટારાની હતી, સર!